સફર અટકી અચાનક
સફર અટકી અચાનક
સફર અટકી અચાનક, આશ છૂટી ગઈ,
આભથી પડી ધરા પર લાશ છૂટી ગઈ.
ક્ષણમાં વેરવિખેર સહુનાં થયાં સપનાં,
ક્યાંથી મળે શાંતિ ? શ્વાસ છૂટી ગઈ.
કોઈનો પ્રેમ અધૂરો, કોઈનો ઇન્તેઝાર,
અધૂરી કહાણી સમી, પ્યાસ છૂટી ગઈ.
ધારણા હતી કે પહોંચીશું સ્વર્ગમાં ઉડી,
દુનિયાની માયા, બની આભાસ, છૂટી ગઈ.
યાદ બનીને રહી એ મંઝિલ સદાયે,
સુખદ ક્ષણો થઈને અહેસાસ છૂટી ગઈ.
-દિનેશ નાયક 'અક્ષર'
અમદાવાદ વિમાન દુર્ઘટના
