સ્માર્ટ ફોન..
સ્માર્ટ ફોન..
1 min
15
મોબાઈલની ઘેલછાની કેવી તો કમાલ છે!
ગ્રામ્ય નારી પણ આજે કેટલી ખુશહાલ છે.
પહેલાં કુવાકાંઠે મલકની વાતો કરતી,
હવે ટચ સ્ક્રીનથી જાણી લે હાલચાલ છે.
અંગૂઠે આખી દુનિયાનો તાગ મેળવે છે,
નફા ને નુકસાનનો ક્યાં એને સવાલ છે?
અક્ષરજ્ઞાન ભલે ને થોડુંય લીધું ના હોય,
સ્ટેટ્સ, વીડિયો કૉલથી મન સૌનું ન્યાલ છે.
દૂર બેસીને પળમાં સંપર્ક સધાય છે,
દુનિયા મુઠ્ઠીમાં, તરંગોની આ જાલ છે.
નવા વિચારો સાથે આજે નવો બદલાવ છે,
સ્માર્ટ ફોન ખરેખર ક્રાંતિની મિસાલ છે.
-દિનેશ નાયક 'અક્ષર'
