પાણીમાં ડૂબતી વ્યવસ્થા
પાણીમાં ડૂબતી વ્યવસ્થા
પુલ નહીં,
આ તો ભરોસો તૂટ્યો.
અને નીચે...
ધસમસતા પ્રવાહમાં
ગળી ગયા અઢાર શ્વાસ.
સહેજ બેદરકારી ?
ના... આ તો ઘોર નિદ્રાનું ફળ.
ફૂલ નહીં,
હવે આંસુઓની માળા ચડાવો.
શબઘરમાં ઊઘડે આંખો,
ટી.વી.ના પડદે ધડાકો થાય.
સરકાર જાગે...
તપાસના આદેશ !
એટલે જૂની ફાઈલોમાંથી
ધૂળ ખંખેરવાનો પ્રસંગ.
અને પછી ?
ફક્ત જાહેરાતોનો ધોધ
લાખોની સહાય...
પણ, પાછા નહીં આવે
કોઈના વ્હાલસોયા, કોઈના આધાર.
આ પહેલી ઘટના નથી,
આ તો થઈ ઘટમાળ.
દર વખતે તૂટે એક પુલ,
અને નીચે,
વ્યવસ્થા પોતે પાણીમાં ડૂબે.
ને જનતા...
મૂક પ્રેક્ષક બની,
નવા ભ્રષ્ટાચારના પાયા
મજબૂત થતા જુએ.
-દિનેશ નાયક 'અક્ષર'
વડોદરા પુલ દુર્ઘટના...
