ઊગ્યું એક વૃક્ષ
ઊગ્યું એક વૃક્ષ
1 min
11
ભીતર ઊગ્યું છે એક વૃક્ષ,
પાન લીલાછમ ને પુષ્પો રંગીન.
છાયા ઘેરાઈ, શ્વાસ મારા લયલીન,
મારા અંતરમાં ઊગ્યું છે એક વૃક્ષ.
ધરાનો તસુભાર ટેકો મળે નહીં,
જળ કે માટીનો જરાય ભાર નહીં.
ઘટમાં ઘટાદાર વિકસ્યું એક પળે,
સ્મૃતિઓના જાણે કોઈ આધાર તળે.
મારા અંતરમાં ઊગ્યું છે એક વૃક્ષ.
ફણગો તો વળી એમ ફૂટે,
માને ના કોઈ,
સાચું કહું લીલી વેદનાની હું ખાઈ.
વેરાયેલું અંકુરિત થયું હશે બીજ,
આ તો મારા આત્માનું અવિનાશી બીજ.
મારા અંતરમાં ઊગ્યું છે એક વૃક્ષ.
દિનેશ નાયક 'અક્ષર'
