STORYMIRROR

Mrugtrushna Tarang

Abstract Inspirational

3  

Mrugtrushna Tarang

Abstract Inspirational

સૉરી યશોદા માઁ !

સૉરી યશોદા માઁ !

1 min
173

માઁ, કેમ દાદી કહે કે, તું રહું છું ગગનમાં,

અહીં મારી સાથે નહીં રહેતી આ ઘરમાં !


તું ગૈ'તી ખત્મ કરવા મને પણ ભૈ ની જેમ જ કાં માઁ !

ઊડવું'તું તારે ઊંચા ગગને, મોહ માયા વગર, શું ખરેખર માઁ ?


જે તે સહ્યું આજીવન દીકરી બનીને પિયરમાં !

ન ચાહ્યું તે, તુજ બાળકોને સહેવું પડે દુઃખ જીવનમાં !


મારાં અવતરણ બાદ પણ શું તે કરી'તી કોશિશ કત્લની માઁ !

એટલે જ છું કદાચ હું પણ ભાવશૂન્ય મમ યશોદા માઁ તરફ..


પણ થયું હવે ઘણું મોડું, ન રાખ્યું માન એનું આજીવન મેં !

શાને હવે એ રાખે એની કને, એનાં અંતિમ ક્ષણે મને !?


કોની ગણવી ભૂલ હવે આ જગમાં તું જ કહે માઁ !

વડીલોએ દોરી મને અવળે માર્ગે, હું નાદાન દોરાઈ ત્યાં ત્યાં..


અબ પછતાયે કછુ નૈં હોવે, જાણું એ સત્ય, તોયે સૉરી માઁ !

નાદાની તવ કૃષ્ણાની માફ કરો હે યશોદા માઁ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract