Hitesh Rathod

Tragedy

2  

Hitesh Rathod

Tragedy

સોનેરી સ્મરણો

સોનેરી સ્મરણો

1 min
479


નિહાળી કેટલીક જૂની-પુરાણી, ફાટેલ-તૂટેલ,

ડાઘાવાળી એ તસવીરો ને મનમાં થયું, 

કેવા અલગારી ને સોનેરી હતા એ દિવસો,

કોઈ સાન-સમજણ નહિ ને તોય બસ મજા જ મજા, 


ના ફિકર કામની કે ના કડાકૂટ કંઈ કમાવાની,

ભણવું, રમવું, ફરવું ને ઊંઘવું એ જ તો હતો જીવનમંત્ર, 

શું મેળવી લીધું જીવનના આટલા વર્ષે આજે,

આ દુનિયાભરનું ડહાપણ, ચતુરાઈ ને ચાલાકીઓ પી જઈને, 


કોઈ યંત્ર કે મશીનની જેમ બસ ચાલ્યા કરો,

ને અટકી કે ખોટકાઈ જાઓ તો પૂરી દો થોડું ઉંજણ, 

ને ફરી પાછા ચાલ્યા જ કરો બસ ચાલ્યા જ કરો,

પેલા ઘાણીના બળદની માફક જ તો.


Rate this content
Log in