STORYMIRROR

BINA SACHDEV

Fantasy

3  

BINA SACHDEV

Fantasy

સોનેરી સાંજ

સોનેરી સાંજ

1 min
406

સોનેરી સાંજની જેમ નભ ખીલી રહયું'તું,

મહેંદી જેવી રાતાશે ખીલ્યું જાતું'તું,

એ પાન લીલું અને નીતરતું'તું;

ઓશને પોતાનામાં લેતું જાતું'તું ,

બીડાયેલું લીલું ખીલતું નીતરતું'તું,

 અંગડાઇ લેતું'તું;


ત્યાં ભમરો જોને તેમાં,

ગણગણ કરી રહયો'તો ,

ઉપવન જાણે ફૂલોને,

આમ

નમીને આપી રહ્યાં'તા સલામ,


હજી તો ખીલતી કુપર્ણે,

એ ફોરમ પ્રસરતી,

ત્યાં ઓસ બિદું જઇ બેઠું,


જુદાઇની વેદનામાં પીગળી રહ્યું'તું,

પોતાનાથી અલગ થઇ રહ્યું'તું,

વસંતની લહેરખી લહેરાતી જાતી'તી,

આનંદે ટહેલાતી સ્પર્શતી જાતી'તી,

પાનખરની પણજ સાથે દેખાતી'તી,

ત્યાં એ ચાંદનીની શીતળતામાં ભળી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy