STORYMIRROR

Sangita Dattani

Fantasy Inspirational

4  

Sangita Dattani

Fantasy Inspirational

સોહામણો નદીકિનારો

સોહામણો નદીકિનારો

1 min
363

મનોહર અતિ સુંદર,

સોહે રૂડો આ નદીનો કિનારો,

શોભા અનેરી સ્વચ્છ નીરની, 

અદ્ભૂત લાગે આ નદી કિનારો.


હેતે ઉછળતી જળમાં, 

માછલીઓ, કાચબા ફરે કિનારે,

બગલો દીસે જોતો વાટ, જાણે ધરતો 

હોય ભગત બની ધ્યાન.


વડલા ડાળે લટકીને કેવા,

ધૂબાકા મારે જળમાં આ બાળ.

સ્નાન સાથે કરે મસ્તી અનેરી 

ભીતરે ઝાઝી મોજ છલકાય.


હોડી લઈને ઘુમતા નદીમાં, 

પગ ઝબોળી નિર્મળ નીરમાં.

અલૌકિક આનંદ અનુભૂતિ, 

નદીના જળમાં આ થાય.


કપડાં ધોતી ધોતી નારીઓ,

સોહે જળ ભરતી પનિહારીઓ,

વહેતા જળ અતિ સ્વચ્છ,

પાવન પીને સહુ પાવન થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy