STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

સંત તમે તો સેતુ કરુણા... કળશ ધરતા

સંત તમે તો સેતુ કરુણા... કળશ ધરતા

1 min
232

 સંત તમે તો સેતુ…કરૂણા કળશ ધરતા


 સંત તમે તો સેતુ…કરૂણા કળશ ધરતા

હરિ ને હરિભક્તોનો રાજીપો રળતા


 

ભારત ભૂમિની  તમે ગરિમા

પારસમણિ સમ સંત પ્રભુતા

ધન્ય ધન્ય થઈ! શ્રીજી ચરણે ઝૂકતા

હરિ  ને  હરિભક્તોનો રાજીપો રળતા

  

દેશ- વિદેશે   વિચરણ  કરતા

સંસ્કૃતિના પાવન દર્શન ધરતા

માનવતાનો  જીવન મંત્ર જ રટતા

હરિ ને હરિભક્તોનો રાજીપો રળતા

  

લોક સકળનું  મંગલ પોંખે

વિશ્વશાન્તિનો મંત્ર જ દાખે

જય સ્વામિનારાયણ મંત્ર જ જપતા

હરિ ને હરિભક્તોનો રાજીપો રળતા

  

અક્ષરધામ  મંદિર અનુકંપા

ફરફર ફરકે ધ્વજા સત રૂપા

અનન્ય ગુરૂભક્તિએ  યશ સંવરતા

હરિ ને હરિભક્તોનો રાજીપો રળતા(૨)

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational