સંસાર ચક્ર
સંસાર ચક્ર
સાંજ ઢળે છે ધીમે ધીમે, લાલિમા પથરાણી,
સુરજ થાક્યો આખા દિવસનો, હવે આરામની તૈયારી.
ચાંદો ઉગશે આકાશે ને,ચાંદની બધે ફેલાશે,
કલરવ કરતા પંખી પણ સાંજે, માળામાં હવે જાશે.
આખા દિવસનો થાકેલ માનવી, ઘર ભેગો હવે થાશે,
શોરબકોરથી ધમધમતા શહેરમાં હવે શાંતિ ફેલાશે.
કાલે ફરીથી સુરજ ઉગશે ને, વાતાવરણ બદલાશે,
નવા દિવસની નવી સવાર, કોઈ નવું નજરાણું લાવશે.
ઉગે છે તે આથમે છે, જે આથમ્યું તે ફરી ઉગવાનું,
સંસાર ચક્ર છે આમ જ ચાલશે, સર્જન નવું થવાનું.
