STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Romance

5.0  

Ashuman Sai Yogi Ravaldev

Romance

સંપૂર્ણ સંબંધ

સંપૂર્ણ સંબંધ

1 min
439


ચાલ રમત હવે પૂરી કર, ને સંબંધ સૌ સંપૂર્ણ કર,

ભાર સહેવાતો નથી, હવે નજરથી મને ન દૂર કર,


જીવી લઈશ શાયદ શ્વાસ વિના, ચહેરાથી ન છેટું કર,

આશુથી તરબોળ છું, સ્મિતથી ફકત તું ન વહાલ કર,


હસી છે તું મારા હ્રદયની, આમ ધડકનથી ન મરણ કર,

આશિક છું હું કામણતાનો, ફકત નયનથી ન હરણ કર,


ચૂકવી દીધા છે સઘળાં દામ, વધુ ઈશ્કના ન ભાવ કર,

મુફલિસ થઈ ગયો છું, ફદિયાથી તું દિલના ન ઘાવ કર,


Rate this content
Log in