સંકટ
સંકટ
છોડો જો થોડું તો મળી જાય છે ઘણું
પાણી જેમ રહો, ભળી જાય છે ઘણું
થીજી જાય લાગણી,વાત સાચી પણ
આંસુઓમાં ય ઓગળી જાય છે ઘણું
સમય સાથેની દોડમાં સમસ્યા એજ કે
મળે નવું તો જૂનું,નીકળી જાય છે ઘણું
વાત પ્રણયની એવી છે કે જે છુપે નહીં
હોય એના કરતા ઉછળી જાય છે ઘણું
નીચી નઝરે વાંચો ગઝલ તોજ મજા છે
'લલિત' એમાં સંકટ ટળી જાય છે ઘણું

