સંકલ્પથી સિદ્ધિ
સંકલ્પથી સિદ્ધિ
1 min
47
સંકલ્પથી સિદ્ધિ મળે
સંકલ્પથી વૃદ્ધિ મળે,
સંકલ્પ વિનાનું જીવન શું કામનું
સંકલ્પ વિનાનું માન સન્માન ફક્ત નામનું,
સંકલ્પ જ જીવનનો ન્યાય છે
સંકલ્પથી સર્જાતો ઈતિહાસનો નવો અધ્યાય છે,
સંકલ્પ જ સફળતાની ચાવી છે
સંકલ્પે જ ઘણી સિદ્ધિ બતાવી છે,
સંકલ્પથી શું શું ના થઈ શકે,
સંકલ્પ હોય તો મેરુ આગળ મન પણ ના ડગી શકે,
સંકલ્પથી સર્વ અવરોધ ટળે,
સંકલ્પ હોય તો જ સિદ્ધિ મળે.