STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Classics Inspirational

4  

Rupal Sanghavi "ઋજુ"

Classics Inspirational

સંકલ્પ

સંકલ્પ

1 min
248

મળ્યો છે આ સમય સહુ યાદને કંડારવા કાજે,

ભૂલાયેલાં જ સંસ્મરણો ફરી સંભારવા કાજે.


ગગનને આંબવા સંકલ્પ મારો ખૂબ મક્કમ છે,

સકળ આ વાદળાં ઠેલી નુપુર ઝંકારવા કાજે.


કરું હું સ્મિતની લ્હાણી તો મહેકે આ ચમન ચિત્તનું,

હરી ઈચ્છા હલેસે કશ્તી આ હંકારવા કાજે.


પ્રણય કાગળ કલમનો છે અમર આખી જ દુનિયામાં,

ધરી શબ્દો અલંકારો કવન શૃંગારવા કાજે.


મને કનડે પરિસ્થિતિ 'ઋજુ' મચક નહીં આપે,

બનીને પાર્થ ભવરણમાં ધનુષ ટંકારવા કાજે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics