STORYMIRROR

Bharat Thacker

Drama Thriller

4  

Bharat Thacker

Drama Thriller

“સંગમ”

“સંગમ”

1 min
426

ખીલી ઉઠે જગ્યા, ખીલી ઉઠે મન જ્યાં કોઇ સંગમ હોય છે,

જ્યાં જ્યાં હોય સંગમ ત્યાં અનેરી સરગમ હોય છે,


રાતનું દિવસ સાથે થાય જ્યારે સમાગમ,

ઉષા તણી લાલી આકાશમાં અનુપમ હોય છે,


દિવસ સાથે થાય જ્યારે રાત્રીનું મિલન,

સલોણી સંધ્યાનું અનેરુ આગમન હોય છે,


આકાશ સાથે જમીનનું મિલન હોય છે ઝાંઝવા જેવું,

‘ક્ષિતીજ’ દેખાઇ દે, પણ હોય નહી એવો નિયમ હોય છે,


દિલ આપો એમની પાસે જેમની પાસે હોય દિલ,

દિલથી દિલના સંગમનું એક અનેરુ ઇલમ હોય છે,


લોહીથી ના પણ બંધાયેલ હોય દોસ્તીના સંબંધો,

જૂના દોસ્તોનું મેળાપ, સમયના ગમ પરનું મરહમ હોય છે,


સહુને રીઝવી નાખે છે અલૌકિક રણકારથી,

સૂર અને નુપૂરનું મળવુ હંમેશા ઉત્તમોતમ હોય છે,


વહી ઉઠે છે પવિત્રતાની નદીઓ,

જ્યાં જ્યાં નદીઓનું સંગમ હોય છે,


શું થતું હશે જ્યારે થતું હશે આત્મા-પરમાત્માનું સંગમ?

એ યક્ષ પ્રશ્ન તો બધાને હરદમ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama