સંઘર્ષ
સંઘર્ષ
કર્યા અનેક લાડ નાનપણમાં, માઁ ના ખોળા મહી,
કર્યા તોફાન ને મસ્તી ઘણા સ્કૂલ મહી,
વીતી ગયું બાળપણ ને આવી યુવાની,
છે ડ્રીમ મારું વિશાળ ને મસ્તી એથી પણ વધુ,
જતા રહ્યાં આમ જ વર્ષો ને વીત્યો સમય,
ના મળ્યું સલાહકાર કે ના કોઈ રોકટોક,
લગાવી ઊંચી દોટ જાતે જ ડ્રીમ મહી,
ખાધી ઘણી પછડાટ ને કર્યોં ઘણો સંઘર્ષ,
ઝનૂન રહ્યું હંમેશ મુજ પર, બનીશ એક પોલીસ,
કર્યા દિન - રાત એક મેળવવાં સફળતા,
નિષ્ફળતાને ગળી લગાવતો દોટ સફળતા મહીં,
દેખાતી મુંજ આશા હંમેશા નિરાશા મહીં,
જાણું છું વર્દીની કિંમત ખુબ જ નજીકથી,
તેથી જ તો ગાંડો છું આ વર્દી મહીં,
દેખાય છે સાવ નજીક મુજ આ ડ્રીમ,
આવે ભલે તોફાન ને આંધી પણ, નહી ડરું હવે,
આપીશ સજા આકરી ગુનેગારને, સ્ત્રી રક્ષણ કાજ,
થશે ગર્વ માઁ ભોમકાને પણ,
મારી આ પોલીસગિરીથી.
