STORYMIRROR

Meena Mangarolia

Drama Fantasy Romance

3  

Meena Mangarolia

Drama Fantasy Romance

સ્નેહનો હિંચકો

સ્નેહનો હિંચકો

1 min
28.2K



પ્રેમમાં મેં તો સ્નેહનો,

બાંધ્યો છે હિંચકો કા'ના,

તારી રાહે હું તો,

રાત રાતભર જાગી કા'ના..


તારો છે રાસ અને

તારી છે લીલા,

તારો છે રંગમંચ

અને તારી છે

કઠપૂતલીયાં,


તારી છે ગોપીયાં,

અને તારાં છે સખાં,


તારી છે હોલી અને

તારાં છે રંગો,

સાત રંગોની

તારી છે સરગમ,

તારો છે સૂરજ ને

તારો છે ચાંદ

તારી છે પૂનમ અને

તારી છે અમાસ


તું છે સાગર,

અને હું છું સરિતા,


તારી છે રાધા

અને તારી છે મીરાં,

ભવો ભવની પ્રિતી છે કા'ના,

તારી મારી જિત છે કા'ના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama