Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

સંબંધોની માયાજાળ

સંબંધોની માયાજાળ

1 min
174


આભલિયે મેઘધનુષ દીઠું,

નજરુંને એ લાગે મીઠું,


સપ્તરંગી સંબંધોનું ગાણું,

અંતરને લાગે અણદીઠું,


ગરજે ગધેડાને બાપ કહે,

નહીં તો ઝેરીલો સાપ કહે,


ક્યાંક પ્રેમમાં અતિરેક રહે,

પછી અચાનક બ્રેકઅપ રહે,


માતા-પિતાનો નિર્મળ નાતો,

મોટાં થાતાં વિસરી જાતો,


તાળી મિત્રો અનેક મળતાં,

લાગ મળે મિત્રને છળતાં,


સોશિયલ મીડિયા પર લાખો મળે,

આંસુ લૂછવા એકે ન મળે,


ભાઈ-બહેનનો નિ:સ્વાર્થ નાતો,

ને લાગભાગમાં કોરટ જાતો,


સ્વાર્થ અને નિ:સ્વાર્થની વચ્ચે,

સંબંધ સૌનો ઝોલાં ખાતો,


અંતર કેરો તાર સાંધીને,

નંદી હરિવર શુ જોડો નાતો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract