સંબંધો ની સરગમ
સંબંધો ની સરગમ
સાત સૂરો સમાન સંબંધોની સરગમ....
દરેકનો સ્વભાવ છે અનન્ય,
કોઈ સ્વર તીવ્ર તો કોઈ છે મધ્યમ.....
દરેકનાં નામ છે અનોખા,
કોઈ સ્વર નિષાદ તો કોઈ છે પંચમ....
કોઈ સ્વર વાદી કોઈ સંવાદી,
મહત્વ દરેકનું, દરેક નો અહમ્....
દરેક સૂર એકબીજાથી ભિન્ન છતાંયે,
રેલાવે મધુર સંગીત જો રચે સંગમ.....