સંબંધની સહિયારી ક્યારી
સંબંધની સહિયારી ક્યારી
સંબંધની આપણી સહિયારી ક્યારી હતી,
આપણા વચ્ચે ફૂલ ખુશ્બુ જેવી યારી હતી.
સુકી થઈ છે એ ક્યારી, સુની થઈ દિલની બારી,
નાં ભૂલ મારી હતી કે, ના ભૂલ તમારી હતી.
ગુલે ગુલઝાર જેવો બાગ બની ગયો બંજર જમીન,
બસ એતો સમયની જ બલિહારી હતી.
મળી ગયા હતા આપણા દિલ, ના મળી શક્યા આપણે,
થોડી તમારી, થોડી અમારી પણ લાચારી હતી.
તકદીર ને મંજુર નહિ હોય આપણું મિલન,
નહીતો આપણી કોશિશ તો પૂરી હતી.
કેવું સુકુંન અને કેવી શાંતિ હતી જીવનમાં,
તારી એક ઝલક પામી આંખો મારી ઠરી હતી.

