સંભારણા
સંભારણા
આ હિંચકે ઝૂલતા ભૂલકા
મને બાળપણ યાદ અપાવી ગયા
દુનિયાની ભાગદોડમાં
જીવવાનું શીખવી ગયા
નાની હતી ને મને પપ્પા હિંચકે ઝૂલાવતા
એ દિવસો યાદ અપાવી ગયા
જુઓને આજે ફરી પપ્પા યાદ આવી ગયા
જાણું નથી આવવાના તમે પાછા કે
નથી આવવાનું પાછું મારું બાળપણ..
પણ પપ્પા તમે મને
જીવવાનું શીખવાડી ગયા.
