હા અમે 18 વર્ષના થયા છીએ
હા અમે 18 વર્ષના થયા છીએ
ભણી-ગણીને થોડા દિવસોના થયા છીએ,
હા અમે અઢાર વર્ષના થયા છીએ.
અણસમજુથી સમજદાર થયાં છીએ,
હા અમે અઢાર વર્ષના થયા છીએ.
વિચારોની ગઠરી મગજમાં બાંધી છે,
વિચારોનો બોજ લઈ તરતા થયા છીએ,
હા અમે અઢાર વર્ષના થયા છીએ.
નાનું મોટું કામ કરી ઘરનો પાયો બન્યાં છીએ,
પપ્પાનો થાક ઓછો કરી આરામ થયાં છીએ,
નથી અમે બાર કે તેર વર્ષના છોકરા,
અમે તો બસ અઢાર વર્ષના યુવાન થયા છીએ.
પહાડ ને ઓળંગીને જવાનીમાં આવ્યા છીએ,
પેલી બાજુ બાળપણને છોડી ગયા છીએ,
ક્યાંક ને ક્યાંક કોઈના માટે તમે થયા છીએ,
એટલે જ તો અમે અઢાર વર્ષના થયા છીએ.
ઘરની વાતોમાં હા કે ના બોલતા થયા છીએ,
ઘરમાંનાના એક પુરુષ બન્યા છીએ,
દરેક કામમાં પપ્પા નો બીજો હાથ રહ્યા છીએ,
કોઈ કહે કેના કહે પણ અઢાર વર્ષના થયા છીએ.
