મુસાફર
મુસાફર
જાગ મુસાફર જાગ હવે તું
તારી સફળતા હવે દૂર નથી
રાખ ભરોસો તારી જાત પર
તારો કિનારો હવે દૂર નથી,
બાંધ મુઠ્ઠી તું હિંમતની
તારું પરિણામ હવે દૂર નથી
બાથ ભર સાથે તું સંઘર્ષની
તારું ભવિષ્ય હવે દૂર નથી,
ના કર વિચાર તું નિષ્ફળતાની
તારી સફળતા હવે દૂર નથી
કરી લે મનમાં જિદ તારી જીતની
તારો સમય હવે દૂર નથી,
અડગ રાખ તારા મનને
હવે સફળતા તારી દૂર નથી
ના કર સંદેહ તારી જાત પર
અડીખમ રે તારી વાત પર,
હવે સફળતા તારી દૂર નથી,
જાગ મુસાફર જાગ હવે તું
તારી નિષ્ફળતા હવે ક્યાંય નથી.
