કહી ના શક્યો
કહી ના શક્યો
કહેવું હતું ઘણું પણ કહી નાં શક્યો
બેસુમાર પ્રેમ હું તને કરી નાં શક્યો,
તું ઈસરા કરતી રહી આંખોથી પ્રેમનાં
પણ હું મહોબ્બ્તનો ઈઝહાર કરી નાં શક્યો,
રહી ગયો મારાં દિલમાં શબ્દોરૂપી ગુલદસ્તો
એ ગુલદસ્તાની મહેક હું તને આપી નાં શક્યો,
ઉઠાવી કલમ તારા માટે પણ કઈ લખી ના શક્યો
તરવું હતું તો મારે પણ તારી આખોનાં દરિયામાં,
પણ નદી બની તારા સુધી પહોંચી ના શક્યો
જોવી હતી ભરપેટ તારી આંખો,
પણ આંખોમાં આંખો મિલાવી ના શક્યો
શું કરું કહેવું હતું ઘણું પણ કંઈ કહી નાં શક્યો
એટલેજ તારા દિલમાં રહી ના શક્યો !

