બની જાઉ હું
બની જાઉ હું
બની હું જાકળ તારી સાથે ઉડી જાઉ હું
બની પાંદડું પાનખરનું તારી સાથે ખરી જાઉ હું
બની સુગંધ ફૂલની તારા હૃદયને સ્પર્શી જાઉ હું
શબ્દ શબ્દ બની તારી સાયરીમાં ભળી જાઉ હું
બની હું કજરો તારા જુલ્ફોમાં ગુંથાઈ જાઉ હું
બની હું કાજળ તારી આખોને ચમકાઉ હું
બની હું તારી હેડકી તને યાદ કરાવું હું
તારા વિના હું અધૂરો એ તને સમજાઉં હું
બની હું પવનનો ગોળો તને ટકરાઉ હું
બની હું વરસાદનૂ ટીપું તને ભીજાઉં હું
બની ઉનાળાનો તાપ તને અકળાઉ હું
બની હું શણગાર તારો તને સજાઉં હું
બની હું ચુટકુલો તને હસાઉં હું

