સાંજ ઢળે
સાંજ ઢળે
રોજ સાંજ ઢળે ને તને મળવાનું મન થાય,
બહુ દૂર છે તું એ જાણી રડવાનું મન થાય,
વિતાવેલી એ પળોને મને વાગોળવાનું મન થાય,
તું યાદ કરે નાં કરે તારી યાદોમાં ખોવાનું મન થાય,
તારી કચબચભરી વાતો સાંભળવાનું મન થાય,
રિસાઉ હું પણ, મનાવાનું તને મન થાય,
ભૂલ હોઈ તારી પણ સ્વીકારવાનું મને મન થાય,
રડું તો હું પણ, પણ હસાવાનું તને મન થાય,
ભૂલવું તો મારે પણ આ મનને ક્યાં સમજાય
રહેવું છે તારી સાથે પણ આ કોને સમજાય,
રોજ સાંજ પડેને તને મળવાનું મન થાય,
તું ક્યાં છે મારી સાથે એ જાણી રડવાનું મન થાય,
તારી યાદોને યાદ કરી યાદોને સજાવાનું મન થાય.

