STORYMIRROR

Rajdip dineshbhai

Romance Inspirational Children

3  

Rajdip dineshbhai

Romance Inspirational Children

હું કવિતાનો સાગર ને તું

હું કવિતાનો સાગર ને તું

1 min
228

હું કવિતાનો સાગર ને તું એક નાની ગઝલ બન

હું નાનો શબ્દ ને તું શબ્દોથી જોડાય વાક્ય બન 

હું દીવડો બનું ને તેમાં તું તેલ કે ઘી બન

હું દરિયો બનું તું એક લાંબી નદી બન

હું કવિતાનો સાગર ને તું....


હું પડછાયો બનુંં ને તું તેમાં પ્રકાશ બન

સાથે રહીએ તેવો સાથીદાર બન

હું શું ? બનુંં ને તું તેનો જવાબ બન

હું જવાબ બનુંં ને તું પ્રશ્ન બન

હું કવિતા નો સાગર ને તું...


હું પાંદડુ બનુંં ને તું પાનખર બન

હું ક્યાંય ના ખોવાઈ જાઉં તેવી શોધ બન

હું ઊંઘ બનુંં ને તું તેમાં તું દેખાય તેવું સપનું બન

બધાને ગમે તેવો તું શબ્દ ને સુંદર અવાજ બન

હું કવિતા નો સાગર ને તું....


હું લાશ બનુંં ને તેમાં તું એક ખાડો બન

હું મીઠું બનુંં ને તું પછી માટી બન

આપણે બન્યા હતા તો હવે 

પાછા હું હું બનુંં ને તું તું બન


અંત સમય સુધી સાથ બન

રાજદીપની બધી કવિતા બન

હું કવિતા નો સાગર ને તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance