STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

દેશભક્તિના પર્વને ઉજવીએ

દેશભક્તિના પર્વને ઉજવીએ

1 min
207

હતી સૌ દેશભકતોના દિલમાં અગન ધારા

પ્રાણનાં બલિદાન આપવા સૌના દિલની તમન્ના 

એ દેશભક્તિના પર્વને ઉજવીએ આનંદે સંગાથે,


ખાધી હતી ગોળી સામી છાતીએ શહીદે

ન કરી હતી પરવા જાનની એ વીરોએ

એ દેશભક્તિના પર્વને ઉજવીએ આનંદે સંગાથે,


કરી હતી વિદેશી કપડાંની જ્યારે હોળી

સૌએ સ્વદેશી વસ્ત્રોને અપનાવી મળી

એ દેશભક્તિના પર્વને ઉજવીએ આનંદે સંગાથે,


હતી સૌના જીવનમાં પરેશાની ઘણી

સૌ લડ્યા આઝાદી કાજે તકલીફ અવગણી

એ દેશભક્તિના પર્વને ઉજવીએ આનંદે સંગાથે,


જગાવી હતી દિલમાં દેશદાઝની ભાવના

ન કરી કોઈએ ડરીને પીછેહઠની ખેવના

એ દેશભક્તિના પર્વને ઉજવીએ આનંદે સંગાથે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational