તાપણીની મોજ
તાપણીની મોજ
1 min
199
વાગી શીતની શરણાઈઓ ટાઢમાં ધ્રૂજે કેવા અંગ,
ઓઢો રાતે રજાઈને દિનમાં કામળો નકર થીજી જાશે અંગ,
થર થર કંપે હોઠ અને ધ્રૂજે ટાંટિયા સંગીતમાં,
વગર ડાકલે આવી માતા જાણે ટાઢની લહેરમાં,
જીંજરાના પોપટા શેકી શેકીને ખાય તોય મટે ન
ભૂખ,
ને લાડવા ને ચીકી ખાઈ કરે સૌ લીલાલહેર,
તીખું તીખું ઊંધિયું ને ઉબાડિયું લેજો જરા ચાખી,
તાપણીની મોજ તો બાકી જોરદાર ફડાકા સાથે સાચી,
શરદી ઉધરસ ને છીંકોથી ગૂંજતું આકાશ,
કુલડીનો નાસ લઈને ગળામાં કરજો કફનો નાશ.
