એક મજાના ચકીબેન
એક મજાના ચકીબેન
એક મજાનાં ચકીબેન
નાનાં નાનાં ચકીબેન
ઉંચા આકાશે ઊડતાં જાય
ઉડતા ઉડતા ગાતા જાય
એકડો બગડો બોલતા જાય
ત્રગડે ત્રણ તાળી પાડતા જાય
ચોગડો પાંચડો બોલતા જાય
છગડે છત્રી ઓઢતા જાય
સાતડો આઠડો બોલતા જાય
નવડે ગરબા રમતા જાય
નવ ને દશ બોલતા જાય
ઉડતા ઉડતા શાળાએ જાય
