પરિવાર થકી જીવન બને સુંદર
પરિવાર થકી જીવન બને સુંદર
પ્રેમ ભાવના મજબૂત બની રહે
સ્નેહની સરવાણી સદા વહેતી રહે,
પરિવાર થકી જીવન બને સુંદર,
સુખદુઃખમાં સૌ સંગાથે આગળ વધે
નાનાં મોટાં સૌનું કલ્યાણ થતું રહે
પરિવાર થકી જીવન બને સુંદર,
ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા સદા ટકી રહે
એકબીજાનો સહારો બનતા રહે
પરિવાર થકી જીવન બને સુંદર,
ન મળે કદાપિ નિરાશા જીવનમાં
એવી આશા સૌના દિલમાં બની રહે
પરિવાર થકી જીવન બને સુંદર,
વડીલો છે મૂડી જીવનની અનોખી
એના આશીર્વાદ સૌને મળતા રહે
પરિવાર થકી જીવન બને સુંદર,
બાળપણ એ ભવિષ્ય છે સૌનું
સદા એ નિર્દોષ હાસ્ય વેરતું રહે
પરિવાર થકી જીવન બને સુંદર.
