STORYMIRROR

Sangita Dattani

Children Stories Drama Inspirational

3  

Sangita Dattani

Children Stories Drama Inspirational

મામાને ઘેર

મામાને ઘેર

1 min
123

ઘોડાગાડી, રીક્ષા, છકડાના 

જમાના ગયા હવે,

આવ્યો જમાનો રોકેટ ને હેલિકોપ્ટરનો,


ચાલો ચાલો જઈએ મામાને ઘેર,

મામા તો દુબઈ છે ને દુબઈ 

તો આઘું છે,

હેલિકોપ્ટર ફૂલ છે ને,  

એપ્રિલફૂલનો મહિનો છે,


રોકેટ તો બ્લેકફૂલ છે ને કરીશું 

હવે શું રે,

વિચાર કરે પરી, પેરી ને પૂરી,

પૂરી કહે ‘મારા પપ્પા તો ટિકિટ

વેચે દુબઈ જવાની’,


દુબઈ કાલે નીકળીશું ને 

એપ્રિલફૂલ બનાવીશું,

પરી, પેરી ને પૂરી થેપલાં લઈને 

નીકળ્યાં,


દુબઈ એરપોર્ટ પર પહોંચ્યા ને,

ખબર પડી કે મામા મામી તો જાય 

છે ભારતદેશ બહેનને એપ્રિલફૂલ 

બનાવવા,


હવે આપણે કરીશું શું !

પરી, પેરી ને પૂરી પડ્યાં ચિંતામાં !

મામા કહે ‘ચાલો આપણે ઘેર રે’

ફરી પડ્યાં વિચારમાં દાઢીએ

આંગળી મૂકીને !


મામા કહે ‘ભાણિયાઓ તો કેવા

બન્યાં એપ્રિલફૂલ રે’

તાળી પાડે છોકરાં ને મામી 

લાવે ચોકલેટ.


Rate this content
Log in