પ્રકૃતિ વશમાં
પ્રકૃતિ વશમાં
પ્રકૃતિ માણસે વશમાં કરતા,
નુકસાન સર્વત્ર કિધું,
હતી લીલીછમ હરિયાળી ધરા,
એને ઉજ્જડ બનાવી માનવે.
પ્રાણીઓ મદદગાર છે સૌના,
સ્વાર્થ માટે ઉપયોગમાં લીધા,
ખળખળ ખળખળ વહેતી નદી,
એના પ્રવાહ રોકવા પ્રયત્ન કીધાં.
ગામડાં કેરી મજા હતી અનેરી,
શહેરમાં વસવાટ કરતા,
વૃક્ષો થકી દુનિયા સૌની,
એને જ હણી ને કાપ્યા.
કુદરત છે સૌની જનની,
કુત્રિમ વસ્તુઓને અપનાવતા,
જીવન જીવવું છે જ્યાં અઘરું,
બીજાના જીવનમાં દખલ કરતા.
