STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational Children

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Children

આજ હરખ કરે છે હૈયું

આજ હરખ કરે છે હૈયું

1 min
140

આજ હરખ કરે છે હૈયું...

લીલાછમ પ્રાંગણ મધ્યે

ગાય ગીતડાં વૃક્ષો

કદી તડકો કદી છાંયડો

કલબલ ઝીલતી ભીંતો,

વહેંચતું ખુશી ખજાનો છૈયું

આજ હરખ કરે છે હૈયું


છૂટે શાળા ને લેવા આવે

અલક મલકના વાલી

નથી અંતર ખંડખંડના

માણું ભાષા મીઠડી કાલી

મઘમઘ સુખ ટપકતું છૈયું

આજ હરખ કરે છે હૈયું,


યાદ અપાવે બચપણ મારું

છત્રી હોય તોય પલળતાં

દોડે ભૂલકાં ચૌટા મધ્યે

ખુશી વણઝાર સંવરતાં

મધુર ક્ષણોની યાદ એ છૈયું

આજ હરખ કરે છે હૈયું


ના ભાગતી જિંદગી દોડતી

બસ હળવાશનો એ પોરો

ગોળ ઘી ને ગરમ રોટલો

નાની પતંગ ને દોરો

ભાવે ભીજાયું એ બોખલું છૈયું

આજ હરખ કરે છે હૈયું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational