STORYMIRROR

Masum Modasvi

Romance Tragedy

2  

Masum Modasvi

Romance Tragedy

સમયની ગતિ

સમયની ગતિ

1 min
13.8K


સમયની ગતિ પણ ચલી ખુબ આડી,

તમારે ઈશારે દબી વાત તાડી.

નિકટતા વધારી રહ્યા દૂર કિંતુ, 

હ્રદયની અમારી ઉમીદો જગાડી. 

તમારાં વલણને સમજતાં સમજતાં, 

જગેલા તકાજે બનાવ્યા અનાડી. 

જગી આરજુએ તડપતા રહીને,

ધડકતી રહી છે ઘણી તેજ નાડી.

તમે ચાહશો તે નિછાવર કરીશું,

હવે તો ફગાવો પડી ગાંઠ જાડી.

ધરી લાખ ધીરજ વફાના વિચારે, 

તરસતી નિગાહે નિયતના બગાડી.

વિરહ વેઠવાના પ્રસંગે જ માસૂમ, 

પ્રણયની અગનને વધારે લગાડી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Romance