તારી યાદો
તારી યાદો
તને યાદ કરી નદી ભરીને રડી લઉં છું,
તો ક્યારેક મન ભરીને હસી લઉં છું.
તારી વાતો યાદ કરીને,
તારો અવાજ સાંભળી લઉં છું,
ક્યારેક તારી આંખોને યાદ કરીને,
એમાં ડૂબી જાઉં છું.
તારા સ્પર્શ ને યાદ કરીને,
ઊંઘમાં ચમકી જાવ છું,
તારા સાફ મનને જોઈને,
તારા ઉપર વારી જાઉં છું.
તારા દિલમાં રહેવાની,
રજા માંગી જાઉં છું,
તો તારા અધરોને,
જોઇને બહેકી જાઉં છું.
તારી આદતોને મારી આદતો,
બનાવતી જાવ છું,
તો ક્યારેક તારા દરેક
રંગમાં,
રંગાતી જાઉં છું.
તારા દરેક શ્વાસમાં,
મારા શ્વાસ ગણતી જાઉં છું,
તારી ધડકન સાથે ધડકનના,
તાલ મિલાવતી જાઉં છું.
તારી મઘમઘતી ખુશ્બુમાં,
હું મહેકતી જાઉં છું,
તો ક્યારેક તારી દરેક અદાની,
દિવાની થતી જાઉં છું.
તારી દરેક સ્ટાઈલના,
ઓવારણાં લેતી જાઉં છું,
સ્વેગ થઈ ગયો છે મને,
તારો તારો અને તારો જ.
તારા એ સ્વેગમાં હું મારું,
જીવન વિતાવતી જાઉં છું,
રાતદિન ચોવીશ કલાક,
તારા વિયોગમાં રહેતી જાઉં છું.