STORYMIRROR

Sheetal Bhatiya

Romance

4  

Sheetal Bhatiya

Romance

ભીતરની આગ

ભીતરની આગ

1 min
488

મળ્યા કંઈ કેટલાયે સંબંધો,

છતાંયે લાગે છે એકલું અટુલું કેમ ?

હે ઈશ ! મળે મુજને સંગ સાચો, 

હવે તો કર મુજ પર તું રહેમ !

જલે છે ઈન્તેજારમાં ભીતરની આગ !


ભરબપોરે ગ્રિષ્મમાં જલે આગ,

અવિરત અવનીએ જેમ !

કે' વહેંચ્યું હતું જે સ્નેહ મારી પાસે, 

છતાંયે મળી એકલતા મને કેમ ?

જલે છે ઈન્તેજારમાં ભીતરની આગ !


હવે ન સહેવાય આ ધોમ ધગધગતી,

બળ બળતી અસહ્ય આગ !

વરસાવી દે તું તારી પ્રેમવર્ષા,

મારા કાજે હવે તો તું જાગ!

જલે છે ઈન્તેજારમાં ભીતરની આગ!


જાણ્યું છે મેં પણ,

'સત્યં શિવમ સુંદરમ' તુજ તો છે !

મૈત્રીભાવે હોય મારું પણ કોઈક,

શણગારું જીવન!હા, ભાવ તો છે!

જલે છે ઈન્તેજારમાં ભીતરની આગ!


હોય સમીપ કોઈક એવું,

જેમ ગ્રિષ્મરાજ મળે વર્ષારાણીને તેમ !

થાય મિલન ને અનરાધાર વરસે પ્રીતવર્ષા,

સંગે રહીએ અમે હેમખેમ !

જલે છે ઈન્તેજારમાં ભીતરની આગ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance