નજરૂના બાણ
નજરૂના બાણ
નજરની સામે જ ભટકતી હોય,
એવા ભણકારા વાગે છે,
રૂમઝૂમ રૂમઝૂમ ચાલથી,
તારી પાયલના રણકારા લાગે છે,
તારી નજરૂના બાણથી,
આ દલડાં હરી લીધાં છે.
ક્યાંથી આવી ? કેવી રીતે આવી'તી ?
એ જાણવા મથી રહ્યો છું હું,
પરભવનાં લેણદેણ હશે બાકી,
કે આજ મળી ગઈ મને તું,
તારી નજરૂના બાણથી,
આ દલડાં હરી લીધાં છે.
ક્યારે આવી ? ક્યારે ચાલી ગઈ ?
મારા જીવનમાંથી તું
ખબર પડતાં પે'લા તો,
એકલો પડી ગયો તારી વિના હું,
તારી નજરૂના બાણથી,
આ દલડાં હરી લીધાં છે.
સપના રાખ્યા'તા મેં ઊંચા,
કે પ્રેમથી ભીંજાઈ દઈશ તને,
સમય તો તે ના આપ્યો મને,
સપના સાકાર કરવા મને,
તારી નજરૂના બાણથી,
આ દલડાં હરી લીધાં છે.
અરજી ફોર્મમા પેનથી સહી કરી,
ને પહેલી મુલાકાતે આંખ મળી ગઈ,
પછી તો વારંવાર મુલાકાતથી,
મળેલા જીવ 'મિલન'ને એકલો મૂકી ચાલી ગઈ,
તારી નજરૂના બાણથી,
આ દલડાં હરી લીધાં છે.

