નામ તારૂં
નામ તારૂં
મારી દિલની ડાયરીમાં લખ્યું છે નામ તારું.
બનીને સરિતા સમું કેવું વહ્યું છે નામ તારું.
ભૂલી જાઉં દુનિયા આખ્ખી એ શક્ય છે,
ઉરના હરેક ધબકારે ધબક્યું છે નામ તારું.
આ નેત્રો પણ વિરમી ગયાં વરસી વરસીને,
બનીને નયનાશ્રુને વળી ટપક્યું છે નામ તારું.
જો ઊઠાડે કોઈ મને ભરઊંઘમાંથી કદીએ,
જાગતાવેંત સહસા મેં કહ્યું છે નામ તારું.
શ્વાસની સરગમે રહ્યું છે શ્વસી નામ તારું,
હરિ વિયોગવેળાએ મેં ગ્રહ્યું છે નામ તારું.

