"પ્રેમ"
"પ્રેમ"
1 min
175
એ કુદરતની છે કેવી કમાલ,
જેમાં હોય છે ઋતુઓ તણી ધમાલ,
ઋુતુઓ જેમ બદલાય છે એમ,
પ્રેમની રીતો પણ બદલાય છે.
જેમ ચોમાસે વાદળ વરસ્યા કરે
પ્રેમ પણ એવો જ વરસ્યા કરે,
કોઈક વાર ગાજી પણ ઊઠે,
જ્યારે કોઈ પ્રેમમાં જો હેરાન કરે
ઠંડીમાં જેમ ધ્રુજાય છે,
એ રીતે એ ધ્રૂજ્યા કરે,
ઘણી બધી થાય જ્યારે અણસમજ
તો આ પ્રેમ,
પાનખરમાં ખરતા પાંદડાની માફક
પ્રેમ પણ વૃક્ષથી ખરી પડે
ઉતાર ચઢાવ ઘણા થાય છે,
પ્રેમ તણી આ ઋતુની ચાહતમાં,
તેમ છતાંય ઘણાં ડૂબે અને ઘણાં તરે છે
આ પ્રેમ તણી ચાહકમાં.