બેબાક પ્રેમીઓનું મિલન
બેબાક પ્રેમીઓનું મિલન
તમે આવ્યાં, આ મનનાં માળવે ઢોલ નગારા વાગ્યાં,
દિલનાં દરવાજે ટકોરા સાંભળી નીરવતા ખીલી.
અંજાયેલી આંખોને પાણીનો છટકાવ વાગ્યો,
જેમ સ્વપ્નની દુનિયાને અપ્સરા મળી હોય જાણે.
વર્ષોથી રાહ જોતી મારી પાનખરને વસંત મળી ?
તો પ્રેમિકાની રાત્રીને સરનામાનું દર્પણ મળ્યું.
ઘવાયેલી હું, નિહાળતી મારી આંખોને, સ્પર્શ તમારો,
લાગે કે, ધ્રુજતી ધરાને ગગનનો પાલવ મળ્યો.
બાહુપાશમાં જકડાયેલી વેલ એમ વળગેલી,
લાગે કે બાળક વિટલાયેલું હોય માના ગર્ભનાળ સાથે.
એનાં તીખા નયનો બબડે છે કે, કુદરત તું પણ
બેઈમાની કરી ગયો, મને આનાથી વર્ષો દૂર રાખીને.
મે કહ્યુ આજના મહેલનેના સળગાવો ફરિયાદથી,
આ અનેરા સોનેરા પર્વને વધાવો આલિંગનથી.