STORYMIRROR

Vipul Borisa

Romance

4  

Vipul Borisa

Romance

રમી લઈએ

રમી લઈએ

1 min
391

આજે આપણે બે રંગતાળી રમી લઈએ.

નજરથી નજર મિલાવી રમી લઈએ.


ભલે સાથ નહી પણ પાસ તો છીએ.

આ રાત આજે પીગળાવી રમી લઈએ.


ભૂલમાં જો તને અડે હાથ મારો.

ક્ષણ એ થંભાવી રમી લઈએ.


ઝાંઝર નો તારા રણકાર હજુય એવો,

એ તાલ ને ફરી જગાવી રમી લઈએ.


ચલ આજે રાધા-કૃષ્ણ બની જઈએ.

આ દુનિયા ને હંફાવી રમી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance