STORYMIRROR

Dr. Ranjan Joshi

Romance

4  

Dr. Ranjan Joshi

Romance

છે નહીં

છે નહીં

1 min
125

બેફિકર એવી આ ધરાને કોઇ વળગણ છે નહી,

કૃષ્ણ તારી વાંસળીને કોઇ અડચણ છે નહી,


સાવ અલ્લડ જોબનિયું ને સાવ અણઘડ છે તમા,

તારા પ્રેમના આકાશને હવે કોઇ બંધન છે નહી,


વીજ મેઘ ગાજે ને અંબર વરસે આખી અવની પર,

તુજ સ્નેહ વર્ષાની મુને કોઇ જ અટકળ છે નહી,


હું નથી મીરાં નથી રાધા કે નથી રુકમણી,

તારા પ્રેમ કે ભકિત મહીં મારું કોઇ સગપણ છે નહી,


તું મળે તો તને પામવાનો એક અભરખો છે ખરો,

પણ ઈશ કે જગદીશ હો એવી કોઇ અટકળ છે નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance