ઝીદ્દ
ઝીદ્દ
એ પકડી બેઠી લઈને એક બાળઝીદ્દ,
પકડી બેઠી લઈને એક બાળ ઝીદ્દ
મને મળવાની...
ટકાવી રાખી તેણે પોતાની આંખો કેડીઓ પર,
ટકાવી રાખી તેને પોતાની આંખો કેડીઓ પર,
ચડીને મેડીએ...
પૂછતી હતી એ વહેતા પવનોની લહેરોને,
પૂછતી હતી એ વહેતા પવનોની લહેરોને,
ક્યાં પહોંચ્યો પ્રીતમ મારો ?
પરંતુ
અફસોસ "રણકાર" કે એ મારી પ્રિયતમનો,
એ ઇન્તજાર કાયમિક માટે ઇન્તજાર જ બની રહ્યો,
કારણ કે ના હું પહોંચ્યો ના મારો કોઈ સંદેશ...!
હતું મને કે હું મળુ મારી પ્રિયતમને,
જે કરે છે મારો ઇન્તજાર,
પરંતુ કમબખ્ત આ મારા ઇશકને અકસ્માત નડી ગયો !
પળ - પળ કરતી રહી એ ઇન્તજાર મારો,
પળ-પળ કરતી રહી એ ઇન્તજાર મારો,
અને હું અહી લડતો રહ્યો મોત સામે !
એ પકડી બેઠી લઈને એક બાળ ઝીદ્
એ પકડી બેઠી લઈને એક બાળ ઝીદ્દ
મને મળવાની...!