STORYMIRROR

Rahul Makwana

Drama Romance

3  

Rahul Makwana

Drama Romance

જયારથી થઈ મારા પર તારા પ્રેમની

જયારથી થઈ મારા પર તારા પ્રેમની

2 mins
479

સૂના હતાં મારા દિવસ અને રાત તારા આવ્યાં પહેલાં,

એ જાણે બની ગયાં રંગબેરંગી,

જયારથી થઈ મારા પર તારા પ્રેમની અસર...!

લાગવા માંડ્યા હવે, લૂખ્ખો રોટલો પણ મીઠો,

જ્યારથી થઈ મારા પર તારા પ્રેમની અસર.....!

દિવસે મોડો ઉઠતો હું, વહેલો જાગતો થઈ ગયો,

જ્યારથી થઈ મારા પર તારા પ્રેમની અસર......!

રાતે આખા દિવસને લીધે થાકી જતો હું, આખી રાત તારો અવાજ સાંભળવા માટે જાગતો થઈ ગયો,

જયારથી થઈ મારા પર તારા પ્રેમની અસર......!

સોંપેલ કોઈ એક કામમાં કલાકો વિતાવી દેતો હું, ચપટી ભરમાં કામ પતાવતા શીખી ગયો,

જ્યારથી થઈ મારા પર તારા પ્રેમની અસર......!

અમુક વાતો ભૂલી જતો હું, તારી કહેલી હરેક નાનામાં નાની બાબતો યાદ રાખતો થઈ ગયો,

જ્યારથી થઈ મારા પર તારા પ્રેમની અસર......!

આખો દિવસ લઘર - વઘર રહેતો હું, એકાએક એકદમ સુવ્યવસ્થિત રહેતાં શીખી ગયો,

જ્યારથી થઈ મારા પર તારા પ્રેમની અસર......!

એકદમ બેદરકાર રહેતો હું, એકાએક બધાંની કદર અને દરકાર કરતો થઈ ગયો,

જ્યારથી થઈ મારા પર તારા પ્રેમની અસર......!

મારી જેવો પથ્થર જાણે એક મૂર્તિ બની ગયો હોય તેમ હું લાગણીશીલ બની ગયો,

જ્યારથી થઈ મારા પર તારા પ્રેમની અસર......!

ભગવાન, કિસ્મત કે નસીબમાં વિશ્વાસ ન ધરાવતો હું,

આ બધામાં અપાર વિશ્વાસ ધરાવતો થઈ ગયો,

જ્યારથી થઈ મારા પર તારા પ્રેમની અસર......!

માનું હું આભાર જેટલો ભગવાન કે ઈશ્વરનો, એટલો ઓછો છે, જ્યારથી મને તારો સાચો પ્રેમ મળ્યો છે.....!

Rate this content
Log in

Similar gujarati poem from Drama