Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Makwana

Tragedy Inspirational Children

3  

Rahul Makwana

Tragedy Inspirational Children

પપ્પા તમે ખરેખર મહાન હતાં

પપ્પા તમે ખરેખર મહાન હતાં

2 mins
65


હૃદયનાં ઊંડાણમાં ઘણાં દુઃખ હોવાં છતાંય,

એક દુઃખ ના દેખાવાં દીધું તમારા ચહેરા પર,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


અઢળક જવાબદારીઓ પોતાનાં ખભે હોવા છતાં,

મને નાનપણમાં તમારા ખભે બેસાડીને શહેર દેખાડ્યું તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


પોતે ભણી ગણી ના શક્યા હોવાં છતાં,

મને ભણાવી ગણાવીને શિક્ષિત બનાવ્યો તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં…


ભલે તમે મારા પર ગુસ્સે હોવ ઘણાં, છતાં

તમારા ભીતરમાં રહેલ ગુસ્સાને દેખાડ્યો 

નહીં કદી તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


સાયકલ ચલાવતા શીખવાડવા મને,

ઘણું દૂર સુધી દોડેલા તમે, 

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


ખૂબ જ મોટું કરજ માથે હોવા છતાં,

અમારી સમક્ષ કાયમિક ખુશ રહેતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


હૈયે મોટો કાળમીંઢ પથ્થર રાખીને,

ભણવા અને નોકરી માટે બહારગામ,

મોકલ્યો મને,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


તબિયત સારી ન હોવા છતાંપણ,

ફોન પર કહેતાં રહ્યાં તમે,

કે હું,"એકદમ ફાઇન છું…!"

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


ઓછું કમાતા હોવાં છતાં,

ક્યારેય રૂપિયાની ઘટ ન થવા દીધી તમે, 

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


આટલું બધું સહન કરવા છતાંય,

કોઈને પણ તમારું દુઃખ જણાવ્યું નહીં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


મને ખૂબ માર માર્યા પછી,

એકાંતમાં રડી લેતાં હતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


દીકરીની વિદાય વખતે, 

આંખોના ખૂણામાં આંસુ દબાવી 

લેતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


મારી બીમારી વખતે, ખૂબ જ થાકી ગયાં હોવાં છતાં,

આખી રાત ખુરશી પર બેસીને પહેરો ભરતાં હતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


ગમે તેટલી મોટી મુસીબતોને પણ હસતા 

ચહેરે વધાવી લેતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


દિવાળી પર વણમાંગે, 

થેલો ભરીને ફટાકડાં લઈ આવતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


પોતે જે સુખ ભોગવી ના શક્યા,

એ બધાં સુખ આપવાં મને,

દિવસ રાત એક કરી જાણતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


હું ગમે તેટલી મુસીબતમાં હોવ ત્યારે,

"ચિંતા ના કરીશ બેટા તારો બાપ બેઠો છે હજુ..!" 

એવું ફોન પર કહેતા તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં.


ભલે દુનિયા માઁ ને બધો જ જશ આપે,

પરંતુ જશ લેવામાં હંમેશા પીછેહઠ 

કરતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


અલગ અલગ સંતાન હોવાં છતાંપણ 

બધાં જ સંતાનોમાં સમાન ગુણોનું સિંચન 

કરી જાણ્યું તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


ઘરે મારા રમકડાંઓનો કબાટ ભર્યો હોવા- છતાં,

દર મહિને અચૂક નવાં રમકડાં લાવી આપતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં…. 


નવા વર્ષે પર તમે જુના કપડાં પહેર્યા,

અને અમને નવાં કપડાં ખરીદી આપતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


ઘરનાં દરેક નાના મોટા પ્રસંગોમાં,

સંપૂર્ણ જવાબદારી તમારા શિરે લઈ 

જાણતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


ઘરનાં દરેક સભ્યોને પ્રેમ, હૂંફ અને લાગણીનાં 

તાંતણા વડે અજોડ બાંધી જાણતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


ઘરનાં નાના મોટાં ઝગડાઓને,

પલભરમાં સુલઝાવતા હતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


ચોમાસામાં છત્રી, શિયાળામાં સ્વેટર, 

અને ઉનાળામાં એરકુલર માફક અમને 

કાયમિક સુરક્ષિત રાખતાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


પરંતુ પપ્પા,

અંતે તમે મારી સાથે દગો કરી ગયાં,

કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર,

અમને એકલાં તરછોડી ગયાં,

પપ્પા તમે ખરેખર મહાન હતાં….


જાણે છે 'રણકાર' કે હવે નથી મળવાનું તમારું એ આશ્વાસન મને,

તેમ છતાં ક્યારેય ભૂલાય નહીં, 

તેવાં મારા પર ઉપકાર કરી ગયાં તમે,

પપ્પા તમે ખરેખર મહાન હતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy