STORYMIRROR

Rahul Makwana

Others

3  

Rahul Makwana

Others

પ્રિત

પ્રિત

1 min
225


હતી એ રૂપ રૂપનો અંબાર,

હતી એ રૂપ રૂપનો અંબાર,

સરળ અને મોહક હતો તેનો શણગાર !


ખીલી હતી એ શોળે કળાએ,

ખીલી હતી એ શોળે કળાએ,

ફેલાયેલ હતી યુવાનીની તાજગી તેના ડીલે !


મોહક હતી તેની આંખો,

મોહક હતી તેની આંખો,

જાણે ફૂટી હોય યૌવનને મોટી પાંખો !


હતી એ આતુર મુક્ત ગગનમાં ઉડવા,

હતી એ આતુર મુકત ગગનમાં ઉડવા,

જાણે આતુર હોય પિયુને મળવા !


હતો ઘમંડ તેને પોતાનાં યૌવન પર,

હતો ઘમંડ તેને પોતાનાં યૌવન પર,

મુક્યો અવિશ્વાસ તેણે સાચા પ્રેમ પર !


વિત્યા દિવસો અને વર્ષો ઘણાં બધાં,

વિત્યા દિવસો અને વર્ષો ઘણાં બધાં,

છોડીને જતાં રહ્યાં ચાહકો તેનાં બધા !


નહોતી ખબર તેને કે આવશે પાનખર યુવાનીમાં મારી,

નહોતી ખબર તેને કે આવશે પાનખર યુવાનીમાં મારી,

કરશે પરીક્ષા એ પ્રેમની મારી !


ભલે આવી પાનખર જીવનમાં મારી,

ભલે આવી પાનખર જીવનમાં મારી,

પરંતુ તારવી ગઈ એ સાચી પ્રીત જીવનમાં મારી !


સમજાય ગઈ મને કિંમત સાચા પ્રેમની,

સમજાય ગઈ મને કિંમત સાચા પ્રેમની,

પરંતુ અફસોસ "રણકાર" રહી ના સહેજ પણ,

હિંમત એકરાર કરવાં સાચા પ્રેમની !


Rate this content
Log in