અનેરો પ્રેમ.....
અનેરો પ્રેમ.....
આવી એ ગભરાઈને મારી પાસે,
આવી એ ગભરાઈને મારી,
હાંફતી હતી એ એક ઘંટી માફક !
હતાં ઘણાં આંસુઓ આંખોમાં તેની,
હતાં ઘણાં આંસુઓ આંખોમાં તેની,
જાણે ભર્યો એક સમુંદર તેણે આંખોમાં તેની !
જોઈ એને હું પણ ગભરાયો ઘણો,
જોઈ એને હું પણ ગભરાયો ઘણો,
સમજી ના શક્યો હું વ્યથા તેની એકપણ !
મળી આંખોથી આંખો મારી તેની સાથે,
મળી આંખોથી આંખો મારી તેની સાથે,
સમજવા તેની વ્યથા કાજે !
અંતે બોલી એ રડતાં રડતાં માત્ર
એટલું જ,
અંતે બોલી એ રડતાં રડતાં માત્ર એટલું જ,
ધ્યાન રાખજો તમારું...!
હતી ઘણી વાતો એની પાસે કહેવા માટે,
હતી ઘણી વાતો એની પાસે કહેવા માટે,
પણ કહી ના શકી એ થોડું ઘણું.
વહેતી હતી એ દરરોજ એક ઝરણાની માફક મુક્તમને,
વહેતી હતી એ દરરોજ એક ઝરણાની માફક મુક્તમને,
પરંતુ આજે દીસતો હતો સુનકાર તેની સાથે !
બોલવા આવી હતી તે ઘણુંબધું,
કહેવા આવી હતી તે ઘણુંબધું,
પરંતુ રણકારને એ બધું જ સમજાવી ગઈ,
એકદમ મૌન રહીને !