STORYMIRROR

Rohit Prajapati

Romance

4  

Rohit Prajapati

Romance

ગમશે મને...

ગમશે મને...

1 min
225

મારા થકી તને દુખી કર્યા કરું એ કરતાં,

પાનખરનું સૂકું પાન બની ખરવું ગમશે મને.


તારી આંખોના દરિયાનું કારણ બનું એ કરતાં,

કીચડમાં ભળી કીડાઓનું સ્વર્ગ બનવું ગમશે મને.


તારા વિરહ અગ્નિનું એક કારણ બનું એ કરતાં,

તાપણામાં મળી ભડભડ સળગી ધૂળ થવું ગમશે મને.


તારા માટે અભિશાપનું કારક બન્યો એ કરતાં,

નર્કમાં રહી પળ પળ મોતથી બદતર જીવવું ગમશે મને.


સમય સાથે મળી નિત નવી રમતો રમું એ કરતાં,

અસ્તિત્વને ક્ષીણ કરી બદનામીના ગર્તમાં રહેવું ગમશે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance