છબી
છબી
મનમાં વસી ગઈ છે, છબી એક પ્યારી,
ચાંદ જેવી સૂરત, નિરખ્યા કરું એકધારી,
કેમ કહું બાળપણની એ સખી હતી ન્યારી,
હા ! હવે હદયને ગમી ગઈ છે, મુગ્ધા કુંવારી,
એણે મનમંદિરે બેસી, કંઈ ઉત્પાત મચાવ્યો,
પછી તો હાથ પકડીને જાણે ભવપાર કરાવ્યો,
નથી ખબર શું થાશે ? જે થાય તે બોલી જાગ્યો,
સંબંધનું નવું નામ આપવા પછી કેવો એ ભાગ્યો,
નજરના જામ પીવડાવીને, મદહોશ જ્યાં બનાવ્યો,
હદયાસને બેસાડી, પલકો પર અડીંગો જમાવ્યો,
બાણપણની પ્રિતડી જન્મોજન્મનું બંધન બન્યું,
કાજલ તારું સ્વપ્ન આજે હકીકત બની ગયું.

